Ads Area

પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન ચીફ ઓફિસરની ભરતી

પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન હેઠળ ચીફ ઓફિસરની જગ્યા ભરવાની થાય છે. જેમાં નીચે આપેલ નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યાઓ ૧૧ માસ માટે કરાર આધારિત ભરવાની થાય છે. આ ચીફ ઓફિસરની જગ્યાઓ ફિક્સ પગારથી ભરવાની થાય છે. આ જગ્યાઓ વડોદરા ઝોન માટે જ ભરવાની થાય છે. 

Walk In Interview - Nagarpalika Vadodara Zone:

Walk In Interview - Nagarpalika Vadodara Zone:

પોસ્ટ:

ચીફ ઓફિસર 

નગરપાલિકા:

સોજિત્રા - વર્ગ ડ
કરમસદ - વર્ગ ક

જિલ્લો:

આણંદ 

વધુ માહિતી:

૧) "ક" અને "ડ" વર્ગ માટે નિવૃત્ત નાયબ મામલતદાર, નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ અથવા તો મિકેનિકલ) વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહી શકશે. 

૨) "ક" અને "ડ" વર્ગની નગરપાલિકામાં ચીફ ઓફિસરને રૂપિયા ૩૦,૦૦૦ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. 

૩) ઉમેદવાર ૬૨ વર્ષથી ઓછી ઉમરના હોવા જોઈએ અને તેઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ તેમજ તેમના છેલ્લા ૧૦ વર્ષના ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ. 

૪) ઉપર મુજબની નિમણૂક ઇચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૧૯/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ કલાકે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, ૬ ઠ્ઠા માળે, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારોલીબાગ,વડોદરા ખાતે સ્વપ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે જરૂરી અસલ પ્રમાણપત્રો અને છેલ્લા ૧૦ વર્ષના ખાનગી અહેવાલ સાથે વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહેવું. 

૫) ભરતી અંગે શરતો બાબતે વધુ જાણકારી માટે કામકાજના સમય દરમિયાન અત્રેની કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૫-૨૪૯૩૩૧૩ પર અથવા તો અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area