Ads Area

શું તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે? જાણો આ સરળ રીત દ્વારા

Link Aadhar Card With Pan Card In Gujarati

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે કે તારીખ ૩૧ મી માર્ચ ૨૦૨૩ સુધીમાં કરદાતા પોતાના આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક નહીં કરે તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આ જાહેરાત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા કરવામાં આવી છે. તારીખ ૩૧ મી માર્ચ ૨૦૨૩ બાદ આધાર સાથે પાન કાર્ડ લિંક નહીં કરનાર પાન કાર્ડનો ઉપયોગ દસ્તાવેજોમાં કરશે તો તેને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવશે. 

પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો શું અસર પડી શકે છે?

જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો વ્યક્તિ એ મહત્વના નાણાકીય વ્યવહારો કરી શકતું નથી. જો તમારે નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું હોય તો પણ તેમાં તમારે પાન કાર્ડ રજૂ કરવું પડે છે. જો તમે શેર બજારમાં અથવા તો મ્યુચયલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તેના માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી હોય છે. જે પાન કાર્ડ વગર ખૂલી શકે નહિ. પાન કાર્ડ ધારકે ભરેલા ઇન્કમટેક્સ રિટર્નમાં જો રિફંડ મળવા પાત્ર હોય તો તે મળી શકે નહીં. 

તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો?

મિત્રો અહિયાં નીચે તમે તમારા ફોનમાં નીચે આપેલ સ્ટેપ દ્વારા ઘરેબેઠા જાણી શકશો કે તમારું પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે. જાણવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો અને ચેક કરો. 

મોબાઇલમાં કેવી રીતે ચેક કરવું?

૧) સૌપ્રથમ તમારા મોબાઇલમાં https://www.incometax.gov.in/ વેબસાઇટ ખોલો. 

૨) આ વેબસાઇટ ખોલશો એટલે નીચે મુજબની સ્ક્રીન તમને તમારા મોબાઈલમાં દેખાશે. 

૩) આ મુજબની સક્રીન દેખાય પછી તમારે ગોળ કર્યું છે તે ઓપ્શન એટલે કે Link Aadhar Status ઉપર ક્લિક કરવાનું રહેશે. 

૪) જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે બીજા ફોટામાં જે દેખાય છે તેવું તમારા મોબાઈલમાં દેખાશે. 

૫) હવે તેમા તમારે તમારો પાન નંબર અને તમારો આધારકાર્ડ નંબર લખવાનો રહેશે. જે તમને ત્રીજા નંબરના ફોટામાં દેખાશે એ મુજબ તમારે ઉપર પાન નંબર અને નીચે આધારકાર્ડ નંબર લખવાનો રહેશે. 

૬) હવે આટલું લખાઈ ગયા પછી તમારે વ્યૂ લિંક આધાર સ્ટેટસ (View Link Aadhar Status) ઉપર ક્લિક કરવાનું રહેશે. 

૭) વ્યૂ લિંક આધાર સ્ટેટસ (View Link Aadhar Status) ઉપર ક્લિક કરશો એટલે તમને ચોથા નંબરના ફોટામાં દેખાય છે તે મુજબ સ્ક્રીન ઉપર લખેલું આવશે. 

૮) જો તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક હશે તો ચોથા નંબરના ફોટામાં દેખાય છે તે મુજબનું લખેલું આવશે કે Your Pan Is Link To Given Aadhar. 
 
ફોટો નંબર ૧:

Link Aadhar Card With Your Pan Card


ફોટો નંબર ૨:


Link Aadhar Card With Your Pan Card


ફોટો નંબર ૩:


Link Aadhar Card With Your Pan Card

ફોટો નંબર ૪:



Link Aadhar Card With Your Pan Card


આમ ઉપર મુજબના સ્ટેપ્સ દ્વારા તમે ઘરેબેઠા સરળ રીતે તમારા ફોનમાં ચેક કરી શકશો કે તમારું પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે. જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક ન હોય તો તમે બેન્કમા જઈને પણ કરાવી શકો છો અથવા તો ઘરેબેઠા ફી ભરીને પણ લિંક કરી શકો છો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area